બાપુનગરમાં વધુ એક સનસનાટીભરી હત્યાનો બનાવ સામે આવ્યો છે. હીરાવાડી સ્થિત શિવ શક્તિ મંદિર નજીક અંગત અદાવતમાં શુભમ ઉર્ફે છોટુ નામના યુવકની છરીના ઘા મારી નિર્મમ હત્યા કરાઈ છે. છેલ્લા બે મહિનાથી ચાલી આવતી તકરારમાં વિજય ઉર્ફે સાલુ રાજપૂત અને આકાશ રાઠોડ સામે ફરિયાદ નોંધાઈ છે. બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.