આજે ગુરુવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.જેમાં ચૂંટણી દરમિયાન દારૂ પકડાવાના જૂના કેસમાં રામોલ પોલીસે વડોદરા વોર્ડ ૧૫ના કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીની ધરપકડ કરી છે. સંખેડા પોલીસ મથકે નોંધાયેલા ગુના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ, કોંગ્રેસે આ ધરપકડને રાજકીય કિન્નાખોરી ગણાવી ગંભીર આક્ષેપો કર્યા છે.