માંડવી: માંડવીમાં બે ગંભીર રીતે ઘાયલ શ્વાનો નું કર્મા ગ્રુપ દ્વારા રેસ્ક્યૂ કરાયું
Mandvi, Kutch | Jul 8, 2026 માંડવીના દરિયા કિનારે BSF કેમ્પ પાસે તેમજ ઓક્ટ્રોય ચોકડી નજીક અજાણ્યા વાહનની ટક્કરથી ગંભીર રીતે ઘાયલ થયેલા બે શ્વાનો ને કર્મા ગ્રુપના યુવાનોએ રેસ્ક્યૂ કર્યા હતા. બંને શ્વાનો ને પ્રાથમિક મદદ આપી વધુ સારવાર માટે ભુજ સ્થિત ડોગ શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા હતા. કર્મા ગ્રુપના આ સેવાકાર્યની સ્થાનિક લોકોએ પ્રશંસા કરી હતી.