માંડવી: માંડવીમાં “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત 500 રોપાઓનું વૃક્ષારોપણ કરાયું
Mandvi, Kutch | Jun 19, 2026 માંડવી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના સફળ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે માંડવી નગરપાલિકા તથા માંડવી શહેર ભાજપ પરિવાર દ્વારા “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત 500 રોપાઓના વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માંડવી ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવે ભાજપના આગેવાનો, નગરપાલિકાના પદાધિકારીઓ અને કાર્યકરોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.