માંડવી: માંડવીમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણી, સાયકલ રાઈડ દ્વારા જાગૃતિ ફેલાવાઈ
Mandvi, Kutch | Jun 3, 2026 3 જૂન : વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે માંડવી સાયકલ ક્લબ દ્વારા શહેરમાં સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને સાયકલ ચલાવવાના આરોગ્યલક્ષી અને પર્યાવરણમૈત્રી લાભો અંગે જાગૃત કરવાનો હતો.સાયકલ રાઈડમાં શહેરના યુવાનો, બાળકો તેમજ સાયકલપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.