ઘોઘંબા: રાજગઢ પોલીસે ગરમોટિયા ગામેથી ડેમ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો
ઘોઘંબા તાલુકાના ગરમોટીયા ગામે ડેમ પાસે રાજગઢ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગોધરા કંટ્રોલ રૂમની બાતમીના આધારે પોલીસ મોડીરાત્રે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ડેમના અંદરના ભાગમાં પ્લાસ્ટિક થેલીઓમાં છુપાવેલો અંદાજે રૂ. 30,703નો દારૂ મળી આવ્યો હતો. રેડ દરમિયાન કોઈ આરોપી સ્થળ પર મળ્યો ન હતો. મામલે રાજગઢ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.