તારાપુર: કાનાવાડામાં જુગાર રમતાં 5 શખ્સો ઝડપાયા, 16,200 રોકડ જપ્ત
Tarapur, Anand | Aug 22, 2026 કાનાવાડા ગામે ટેકરા ફળિયામાં રહેતા મનુભાઈ બાબુભાઈ જાદવના ઘર આગળ બહાર આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો એકત્ર થઈને પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે છાપો મારતાં પાંચ શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા. તેમની અંગજડતી અને દાવ પરથી રોકડા ૧૬૨૦૦ રૂપિયા મળી આવ્યા હતા.પકડાયેલા શખ્સોમાં મનુભાઈ બાબુભાઈ જાદવ, રાજેશભાઈ મફતભાઈ ડાભી, અરવિંદભાઈ ચતુરભાઈ ચાવડા, અજય ઉર્ફે સંજય વીરજીભાઈ ગોહેલ અને જિગ્નેશભાઈ જિવણભાઈ ગોહેલનો સમાવેશ થાય છે.