તળાજા: તળાજાની શિક્ષણ વ્યવસ્થાને લઈને AAPની રજૂઆત
તળાજા આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા તળાજાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તળાજાની શિક્ષણ વ્યવસ્થામાં વર્ગખંડોની અછત સહિતના મુદ્દાઓને લઈને સરકાર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. AAPના કાર્યકરો દ્વારા તળાજાની મધ્યમાં આવેલી કેન્દ્રવર્તી શાળા નંબર-3ની મુલાકાત લેવામાં આવી હતી. AAP દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેલ્લા પાંચ વર્ષથી અહીં વર્ગખંડોની વ્યવસ્થાનો પ્રશ્ન યથાવત છે. ચાર-પાંચ વર્ષ બાદ ટેન્ડર પ્રક્રિયા થઈ