પોરબંદર: પોરબંદરમાં રસ્તો ભટકેલા વયોવૃદ્ધ મહિલાનું 181 અભયમ્ ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન
પોરબંદરમાં છેલ્લા બે દિવસથી લાપતા વયોવૃદ્ધ મહિલાને 181 અભયમ્ ટીમે સુરક્ષિત રીતે તેમના પરિવાર સાથે મિલાવ્યા છે. મહિલા માનસિક અસ્વસ્થતાને કારણે રસ્તો ભટકી ગયા હતા. લાલપુર પોલીસની મદદથી પરિવારનો સંપર્ક કરી તેમને સુપરત કરવામાં આવ્યા હતા.