તારાપુર: તારાપુરના ગલિયાણા બ્રિજ નીચે સાબરમતી નદીના કાંઠેથી મળ્યું તાજું જન્મેલું નવજાત શિશુ, 108ના જવાનો બન્યા દેવદૂત
Tarapur, Anand | Sep 10, 2026 તારાપુરના ગલિયાણા બ્રીજ નીચે સાબરમતી નદીના કાંઠે એક નવજાત શિશુ તરછોડાયેલી હાલતમાં મળી આવતા માનવતાને હચમચાવતી ઘટના સામે આવી છે.108 એમ્બ્યુલન્સના ઈએમટી (EMT) હિંમતસિંહ ચાવડા અને પાયલોટ જયરાજસિંહ ઝાલા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે બાળકની સ્થિતિ ચકાસી, તેને ઓક્સિજન આપ્યો તેમજ એમ્બ્યુલન્સમાં રહેલી હેલોજન લાઈટ ચાલુ કરીને બાળકને હૂંફ અને ગરમાવો પૂરો પાડી માનવતાની મહેક ફેલાવી હતી.