મુન્દ્રા: ગાંધીધામના ૩૦૦ બેઘર પરિવારોના પુનર્વસન મુદ્દે મુન્દ્રા મામલતદારને આવેદન: વૈકલ્પિક આવાસ નહીં મળે તો આંદોલનની ચીમકી
Mundra, Kutch | Sep 10, 2026 ગાંધીધામ પંથકમાં ઘરવિહોણા બનેલા આશરે ૩૦૦ જેટલા ગરીબ પરિવારોના પુનર્વસન મુદ્દે મુન્દ્રા ખાતે વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. આઝાદ હિંદ ફોજ, બહુજન આર્મી, શ્રી આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય-સામાજિક સંગઠનોએ સાથે મળીને મુન્દ્રા મામલતદારને સંયુક્ત આવેદનપત્ર પાઠવ્યું હતું. લખન ધુવા દ્વારા ચલાવવામાં આવી રહેલી આ ન્યાય લડતને તમામ આગેવાનોએ સમર્થન આપીને માંગ કરી છે