માંડવી: માંડવી ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં શાસ્ત્રી શ્રી સંજય મહારાજનું ભવ્ય સન્માન કરાયું
Mandvi, Kutch | Jun 7, 2026 માંડવી: શ્રી માંડવી લોહાણા મહાજન દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે સર્વે પિતૃઓના મોક્ષાર્થે તેમજ જેમના કોઈ વંશજ નથી એવા જ્ઞાતિજનો માટે રૂપિયા 11ના ટોકન ચાર્જે પોથી રાખવાની વિશેષ સગવડ સાથે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન એક જલારામ ભક્ત ના સહયોગ થી કરવામાં આવ્યું છે. તા. 5 થી 12 જૂન દરમિયાન લોહાણા મહાજન વાડી ખાતે યોજાઈ રહેલી આ કથામાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાઈ ધર્મલાભ મેળવી રહ્યા છે. વ્યાસપીઠ પરથી શાસ્ત્રી શ્રી સંજય મહારાજ એમ. જો