જેસર: જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય! સફાઈના અભાવે ગ્રામજનો પરેશાન
જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગંદકીના ઢગલા જોવા મળતા સ્વચ્છતા સામે સવાલો ઊભા થયા છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર ગંદકી જોવા મળતી હોવાની સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ગામના રસ્તાઓ, જાહેર સ્થળો અને રહેણાક વિસ્તારોની આસપાસ ગંદકી ફેલાતી હોવાને કારણે ગ્રામજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.