દેત્રોજ રામપુરા: ફતેવાડીમાં ત્રણ માસૂમ બાળકીઓ સાથે અડપલા, ઠપકો આપતા પરિવારને મળી ધમકી
ફતેવાડી વિસ્તારમાં પાડોશની શરમ નેવે મૂકતી એક શરમજનક ઘટના સામે આવી છે.વેજલપુરમાં ફ્લેટની ગેલેરીમાં રમી રહેલી ત્રણ નાની બાળકીઓ સાથે પાડોશમાં જ રહેતા એક સગીરે અડપલા કરતા ફરિયાદ નોંધાઈ છે. જેમાં આ સમગ્ર બાબતની જાણ જ્યારે બાળકીઓના પરિવારજનોને થતા તેઓ સગીરને ઠપકો આપવા ગયા. ત્યારે સગીરના પરિવારે પીડિત પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પીડિત પરિવારે વેજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.