વટવામાં પોલિયો મુક્ત અભિયાનને વધુ મજબૂત અને વેગવંતું બનાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા હાથ ધરાયેલા ખાસ ક્રોસ ચેકિંગ, સઘન સુપરવિઝન અને મુખ્ય વિસ્તારોમાં ટ્રાન્ઝિટ બુથની કામગીરી તેમજ ઘરે-ઘરે જઈને કરાયેલા હોમ-ટુ-હોમ (H2H) સર્વેના સચોટ આયોજનથી કામગીરી કરવામાં આવી હતી.