સુરત અડાજણમાં સંબંધોને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા કાકા સસરાને તેમના જ ભત્રીજીના જમાઈ અને તેના બે સાથીદારોએ નિશાન બનાવ્યા હતા. આ ગેંગે કાકા સસરાને એક મહિલા સાથેના ન્યૂડ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી, સાથે જ દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી સમાજમાં બદનામ કરવાનું કાવતરું રચીને શરૂઆતમાં બળજબરીપૂર્વક રૂ. 5 લાખ પડાવી લીધા હતા. આરોપી જય ડાંગર સાંસદ મુકેશ દલાલનો પીએ પણ રહી ચુક્યો છે.