પોરબંદર: પોરબંદરમાં રિક્ષા પલટી જતાં મહિલાનું મોત, ચાલક સામે ગુનો દાખલ
પોરબંદરના રેલવે સ્ટેશન રોડ પર ડોમિનોઝ પિઝા પાસે પૂરઝડપે જતી રિક્ષા પલટી જતાં અમરીબેન દેવાભાઈ શીંગરખીયાનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું છે. કમલાબાગ પોલીસે રિક્ષાચાલક મનુ ભોજાભાઈ મારૂ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.