બોડેલી: બોડેલીમાં 'સાડી દોડ' દ્વારા મહિલા સ્વાસ્થ્ય અને સશક્તિકરણનો સંદેશ
બોડેલી ખાતે 'દૌડ. ૨.૦' મેરેથોન અંતર્ગત 'સાડી દોડ' યોજાઈ. જીલ્લા કલેકટર ગાર્ગી જૈનના માર્ગદર્શનમાં મહિલાઓએ ફિટનેસ અને સશક્તિકરણ માટે ભાગ લીધો. 'સ્વસ્થ નારી, સશક્ત સમાજ' નું મંત્ર અપનાવતી આ દોડ બાળકી અને મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવાનું લક્ષ્ય ધરાવે છે.