દાહોદ જિલ્લામાં ભાડૂઆત કે મજૂર રાખતા પહેલાં પોલીસ સ્ટેશને જાણ કરવી ફરજિયાત
દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા અસામાજિક કે આતંકવાદી તત્વો ગુપ્ત વસવાટ ન કરી શકે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે. એમ. રાવલ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ દાહોદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ કે સંચાલકે પોતાનું ઘર, મકાન, દુકાન, ઓફિસ, ગોડાઉન કે ઔદ્યોગિક એકમ ભાડે આપતા પહેલાં અથવા ઘરઘાટી કે મજૂર રાખતા પહેલાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ ભરીને જાણ કરવી ફરજિયાત રહેશે. આ સાથે ભાડૂઆતે પોતાનું ડ્રાઈવિંગ લાઈસન્સ, પાનકાર્ડ, ઈલેક્શન કાર્ડ અથવા કંપનીનો લેટરપેડ જેવા જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે. જો ભાડૂઆત બહારના રાજ્યનો હોય તો રૂ. ૧૦૦ ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ્ડ ભાડા કરાર રજૂ કરવાનો રહેશે, જ્યારે સિંગલ યુવક કે યુવતીના કિસ્સા�
Dohad, Dahod | Oct 23, 2026