ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાના આંતરમાળખાકીય માળખાને સુદ્રઢ બનાવવા અને ગ્રામજનોની આવાજાહી વધુ સરળ અને સુરક્ષિત બનાવવાના આશયથી પંચાયત માર્ગ અને મકાન વિભાગ, દાહોદ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લીમખેડા પેટા વિભાગ હેઠળ આવતા ધાનપુર તાલુકામાં ‘ગંગારડી ફળિયા – ઊંચી સડક રોડ’ના રિસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા હાથ ધરાયેલા આ રિસર્ફેસિંગ કામથી ગ્રામ્ય વિસ્તારના મુખ્ય માર્ગોની સ્થિતિમાં મોટો સુધારો થશે. રસ્તો નવો અને મજબૂત બનવાથી સ્થાનિક વાહનચાલકો તથા રાહદારીઓને ખાડા મુક્ત, સુગમ અને ડ્રાઇવિંગ માટે સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ બનશે.
આ રસ્તાના પુનઃનિર્માણ/રિસર્ફેસિંગથી આસપાસના ગ્રામીણ વિસ્તારોનું પરિવહન ઝડપી બનશે, જેથી ખેતપેદાશો અને દૈનિક જરૂરિયાતોની સામગ્રી નજીકના બજારો સુધી પહોંચાડવામાં સરળતા રહેશે. પરિણામે, સ્થાનિક ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે અને વિસ્તારના સમગ્રા
Dohad, Dahod | Oct 23, 2026