જામનગર શહેર: જામનગરમાં 17-18 નવેમ્બરના રોજ 'સહાયતા સેતુ' કવાયત, પીએમ મોદી રહે તેવી સંભાવના
જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે 17 અને 18 નવેમ્બરે મલ્ટી-નેશનલ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કવાયત 'સહાયતા સેતુ'નું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય વાયુસેના દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિની સંભાવના છે.