મુન્દ્રા: મુન્દ્રાના સાહસિક યુવક રિયાઝ ચાકીએ બુલેટ પર વિશ્વના સૌથી ઊંચા માર્ગ 'ઉમલિંગ લા પાસ' પર ચઢાઈ કરી કચ્છનું નામ રોશન કર્યું
Mundra, Kutch | Aug 13, 2026 મુન્દ્રાના જાણીતા યુવા સામાજિક કાર્યકર અને સાહસિક વ્યવસાયી રિયાઝ ચાકીએ એક અદ્ભુત અને રોમાંચક સિદ્ધિ હાંસલ કરીને સમગ્ર કચ્છ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. રિયાઝ ચાકીએ પોતાની બુલેટ મોટરસાઇકલ પર મુન્દ્રાથી લદ્દાખ સુધીની આશરે દસ દિવસની કઠિન સફર પૂર્ણ કરીને દરિયાઈ સપાટીથી ૧૯,૦૨૪ ફૂટ (૫,૭૯૯ મીટર) ની વિક્રમી ઊંચાઈ પર આવેલા વિશ્વના સૌથી ઊંચા માર્ગ 'ઉમલિંગ લા પાસ' પર સફળતાપૂર્વક પહોંચીને ઇતિહાસ રચ્યો છે.