ભાવનગરની કરુણ ઘટનામાં હજુ પણ કેટલાક દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની વાત કરી.
ICUમાં સારવાર લઈ રહેલા બે દર્દીઓ પૈકી એકની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવ્યું.
“માણસના જીવથી વધારે કિંમતી બીજું કશું જ ન હોઈ શકે” — શક્તિસિંહ ગોહિલ
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ અને ઝેરી દારૂની હેરાફેરી સામે સરકાર પર સવાલો ઉઠાવ્યા.
ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરી અને સામાન્ય લોકો માટે દારૂબંધીના અમલ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા.
“નાના નાના જીવડાઓને પકડવામાં આવે છે, મોટા મગરમચ્છોને નથી પકડવામાં આવતા” — ગોહિલ
ઝેરી દારૂ માટે વપરાતા કેમિકલના સ્ત્રોત અને સપ્લાય ચેઇનની તપાસ કરવાની માંગ.
બહારના રાજ્યોમાંથી કેમિકલ આવતું હોય તો સરહદો પર ચેકિંગ સામે પણ સવાલ.
સમગ્ર મામલાની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા કરાવવાની માંગ.
“સરકારમાં બેઠેલા લોકો જ તપાસ કરે અને જ ન્યાય કરે તો ગરીબ માણસને ન્યાય ક્યારેય ન મળે” — શક્તિસિંહ ગોહિલ
#krantisamaynews #krantisamay #gujarat #bhavnagar #congress
Udhna, Surat | Aug 22, 2026