નિકોલમાં એક શરમાજનક ઘટના સામે આવી છે.જ્યાં એક રિક્ષાચાલક બીમાર બાળકને હોસ્પિટલ લઈને આવેલી મહિલા મુસાફરનું પર્સ લઈને ફરાર થઈ ગયો હતો. પર્સમાં રોકડ સહિત ₹૧.૧૯ લાખની મતા હતી. આ મામલે નિકોલ પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને ફરાર રિક્ષાચાલકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.