તારાપુર: તારાપુરના આદરૂજમાં મિત્રનું ગળું દબાવીને હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા
Tarapur, Anand | Aug 19, 2026 તારાપૂરના આદરુંજ ગામે પરિએજના કાળુભાઈ ઉર્ફે રાજુ ઉટવાડા ગામે પરણાવેલી બહેન સળગીને મરી ગયાની બાબતે મૃતક ભાનુભાઈ ઉર્ફે ભલો અંબુભાઈએ મેણાંટોણા મારતા ઝઘડો થયો હતો.કાળુભાઈએ ભાનુભાઈને ઉધો પાડી દઈને હાથ રૂમાલથી ગળે ટૂંપો આપીને હત્યા કરી નાંખી હતી, ત્યારબાદ લાશને ઝરડાથી ઢાંકી દીધી હતી.ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ કેસ ચાલી જતા સેશન્સ કોર્ટે હત્યા કરનાર આરોપી કાળુભાઈ ઉર્ફે રાજુને તકશીરવાન ઠેરવી આજીવન કેદની સજા તેમજ 1 લાખ રૂપિયાની દંડનીય સજાb ફટકારી છે.