ઘોઘંબા: તાલુકાના ગુંદી ગામે ડુંગર પર સાગના ઝાડ પર શર્ટ વડે યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
ઘોઘંબા તાલુકાના ગુંદી ગામે ૩૮ વર્ષીય નરવતભાઈ સુકાભાઈ ગમારે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. દાહોદ જિલ્લાના રાઠવામુવાડાના રહેવાસી નરવતભાઈએ ગુંદી ગામે ડુંગર પર સાગના ઝાડ સાથે શર્ટ બાંધી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટના ૨૮ એપ્રિલથી ૨૧ મે ૨૦૨૬ દરમિયાન કોઈપણ સમયે બની હોવાનું અનુમાન છે. મૃતકના સંબંધી છત્રસિંહ ગમારે દામાવાવ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.