માંડવી: માંડવી તાલુકાની સરકારી શાળાઓના જર્જરીત ઓરડાઓ અને શિક્ષકોની ઘટ અંગે કોંગ્રેસની રજૂઆત
Mandvi, Kutch | Jul 6, 2026 માંડવી તાલુકાના વિવિધ ગામોમાં આવેલી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ તેમજ જર્જરીત બનેલા શાળાના ઓરડાઓના પ્રશ્નોને લઈને માંડવી તાલુકા કોંગ્રેસ દ્વારા સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.આ રજૂઆત દરમિયાન માંડવી તાલુકા વિપક્ષી નેતા ખેરાજભાઈ ગઢવી, મિતભાઈ ગઢવી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.