ઘોઘંબા: તાલુકાના દાઉદ્રા ગામે ચાર ઇસમો એક જૂની અદાવતને લઈને બે ઇસમોને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી
ઘોઘંબા તાલુકાના દાઉદ્રા ગામે જૂની અદાવતને કારણે ચાર ઇસમોએ બે વ્યક્તિઓ પર હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. નવાનગરના વિજયભાઈ હરિજનએ રાજગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી. આરોપીઓ રૂપસિંગ, હરેશભાઈ, ભાવસિંગભાઈ અને અનિલભાઈએ વિજયભાઈ અને કનુભાઈને ગાળો આપી લાકડી અને ગડદાપાટુથી માર માર્યો હતો, જેમાં બંનેને ઈજા પહોંચી હતી. ઘટનાના પગલે રાજગઢ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.