પોરબંદર: સોનાના દાગીના ગીરવે મૂક્યાનું કહી 5.20 લાખની ઠગાઈ કરતા બે ઝડપાયા
પોરબંદરમાં એસબીઆઈમાં સોનાના દાગીના ગીરવે મૂક્યા હોવાનું કહી 5.20 લાખની ઠગાઈ કરનાર સેજાદ યુસુફભાઈ મીરા સહિત બે આરોપીઓને પોલીસે પકડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 1.78 લાખ રોકડા રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.