તિલકવાડા: તિલકવાડામાં હાઈવે પર અકસ્માત: પીકઅપ ગાડીની ટક્કરથી મોટરસાયકલ સવારનું મોત
તિલકવાડાના શીરા ગામ નજીક નેશનલ હાઈવે 56 પર પીકઅપ ગાડી અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં મોટરસાયકલ સવાર રામચંદ્ર ગોપાલભાઈ ભીલનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. તિલકવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.