દાહોદ શહેરમાં લાગેલા હાલકડોલક થતા તેમજ હોનારત સર્જે તેવા મોટા હોર્ડિંગ બોર્ડ ઉતારવાની કામગીરી દાહોદ નગરપાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જાહેર જનતા નાઈટમાં નગરપાલિકાની આ કામગીરીને સૌ કોઈએ વધાવી લીધી હતી તો બીજી તરફ થોડા દિવસ પહેલા દાહોદમાં આવેલ વાવાઝોડાના પગલે ગરબાડા ચોકડી ખાતે સ્માર્ટ સીટીનું સાઈન બોર્ડ જમીન ભેગું થઈ જતા સાઇન બોર્ડની નીચે દબાઈ જતા ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા અને આ ઘટનાને ધ્યાનમાં રાખી પાલિકા તંત્ર હવે સજાગ બન્યું છે.
દાહોદ શહેરમાં થોડા દિવસ પહેલા વાવાઝોડું આવ્યું હતું. આ વાવાઝોડાને પગલે સમગ્ર દાહોદ શહેરમાં ભારે તારાજી સર્જી હતી. તો બીજી તરફ દાહોદ શહેરમાં આવેલ ગરબાડા ચોકડી ખાતે સ્માર્ટ સિટીનું એક મસ્ત મોટું સાઈન બોર્ડ વાવાઝોડાને પગલે પડી જતા આ સાઈન બોર્ડની નીચે પાંચ જેટલા વ્યક્તિઓ દબાઈ ગયા હતા જે પૈકી ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા. તો બીજી તરફ સ્માર્ટ સિટીનું સાઈન બોર્ડ વાવાઝોડામા
Dohad, Dahod | Jun 10, 2026