વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે... મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત ટ્રેન પર સુરત નજીક પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. ખાસ વાત એ છે કે આ જ ટ્રેનના એક્ઝિક્યુટિવ કોચમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ મુસાફરી કરી રહ્યા હતા. પથ્થરમારાના કારણે સામાન્ય કોચના કાચમાં ક્રેક પડ્યા, જોકે આનંદીબેન પટેલ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા. ઘટના બાદ રેલવે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તરત જ સક્રિય થઈ ગઈ. મામલે પોલીસે એક યુવકને ઝડપી લીધો છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. પથ્થરમારો શા માટે કરવામાં આવ્યો? તેની પાછળ કોઈ ખાસ કારણ હતું કે નહીં? તે જાણવા તપાસ તેજ કરવામાં આવી છે. ઘટનાએ ફરી એકવાર વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનોની સુરક્ષા અંગે સવાલો ઊભા કર્યા છે. હાલ સમગ્ર મામલે રેલવે પોલીસની વધુ તપાસ ચાલુ છે.
#HumDekhengeNews #VandeBharat #StonePelting #AnandibenPatel #RailwaySecurity #SuratNews