ગુજરાતમાં ચોમાસા વચ્ચે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાયા છે. 25 ઓગસ્ટ સવારે 6થી 26 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 0.71 ઇંચ નોંધાયો છે. વલસાડ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી સહિત અન્ય જિલ્લાઓમાં પણ હળવો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હજુ વાદળછાયું વાતાવરણ યથાવત છે અને આગામી સમયમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
#HumDekhengeNews #GujaratRain #MonsoonUpdate #RainAlert #GujaratWeather #SouthGujaratRain
Ahmadabad City, Ahmedabad | Aug 26, 2026