અબડાસા: મોટા ભાડરાના સોલાર પ્લાન્ટમાંથી 10.80 લાખના માલ સામાનની ઉઠાંતરી
Abdasa, Kutch | May 8, 2026 દયાપર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ મોટા ભાડરા સીમ વિસ્તારમાં આવેલા એસ.જે.વી.એન. ગ્રીન એનર્જી લિમિટેડના 260 મેગાવોટ સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટમાંથી અજાણ્યા ચોરોએ 216 સોલાર પેનલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલ મુદ્દામાલની કિંમત અંદાજે રૂા.10.80 લાખ હોવાનું જાણવા મળ્યું છે. ગત તા.1 મે થી 6 જૂન દરમ્યાન બનેલી આ ઘટનાને લઈને દયાપર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.