પત્નીના પર પુરુષ સાથેના પ્રેમ સંબંધની જાણ પતિને થઈ જતા પત્નીના પ્રેમીએ પતિને મારી નાખવાના ઈરાદે ચપ્પુ વડે ગળાના ભાગે તેમજ છાતીના ભાગે તથા શરીરે ઉપરાછાપરી ઘા મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી હત્યા કરવાની કોશિશ કર્યાનો ચકચારી બનાવ ઝાલોદ બાયપાસ હાઈવે રોડ નજીક બન્યાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજસ્થાનના બાસવાડા જિલ્લાના ગાંગડ તલાઈ તાલુકા ના તરતકીયા ગામે રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા ૫૫વર્ષીય રમેશચંદ્ર હરસિંગભાઈ ગરાસીયાના છોકરા કલ્પેશભાઈ નીપતીને અમદાવાદ વટવા ખાતે રહેતા ધર્મેશભાઈ ઉર્ફે રાજ કમલેશભાઈ ભૂવીર સાથે પ્રેમ સંબંધ હોઈ અને તે તેણીને પત્ની તરીકે રાખવા માંગતો હોઈ આ બાબતની જાણ કલ્પેશભાઈને થઈ ગઈ હતી. જેથી કલ્પેશભાઈ ના ઘરમાં આ મામલે પતિ પતી વચ્ચે રોજબરોજ ખટરાગ થતો હતો. આ બાબતની જાણ કલ્પેશભાઈની પતીના પ્રેમી અમદાવાદ વટવાના ધર્મેશભાઈ ઉર્ફે રાજ કમલેશભાઈ ભૂવીરને થતા ધર્મેશભાઈ ભુવીર તેના
Dohad, Dahod | Jul 28, 2026