દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મહુડી ગામે એક ટ્રકના ચાલકે મોટરસાઈકલ પર સવાર બે વ્યક્તિઓને અડફેટમાં લેતાં બે પૈકી એકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ઝાલોદના મહુડી ગામે રોડ પરથી ગત તારીખ ૨૬મી જુલાઈના રોજ એક ટ્રકના ચાલકે પોતાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતો હતો તે સમયે ત્યાંથી ગીરીશભાઈ સુવર તથા તેમની સાથે વિપુલભાઈ સુવર (બંન્ને રહે.છાસીયા, સુવર ફળિયા, તા.ઝાલોદ, જિ.દાહોદ)નાઓ એક મોટરસાઈકલ પર સવાર થઈ પસાર થઈ રહ્યાં હતાં તે સમયે ટ્રકના ચાલકે ઉપરોક્ત યુવકની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં બંન્ને યુવકો મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતાં જેને પગલે બંન્ને યુવકોને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં જે પૈકી ગીરીશભાઈ સુવરનું મોત નીપજ્યું હતું જ્યારે વિપુલભાઈ સુવરને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.
આ સંબંધે ગોરસીંગભાઈ ભુરકાભાઈ સુવરે ઝાલોદ પોલીસ મથ�
Dohad, Dahod | Jul 28, 2026