દાહોદમાં રહેતી અને ભરૂચમાં લગ્ન કરેલ પરણિતાને તેના પતિ તથા સાસુ-સસરા દ્વારા પરણિતાને સંતાન ન થવાને મામલે તેમજ દહેજની માંગણી કરી પરણિતાને શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતાએ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.
પોતાના પિયર દાહોદના રામનગર સોસાયટીમાં રહેતી ૩૦ વર્ષિય પરણિતાના લગ્ન તારીખ ૨૭.૧૧.૨૦૨૨ના રોજ સમાજના રિતી રિવાજ મુજબ ભરૂચમાં રહેતાં વિષ્ણુકુમાર ધનસુખભાઈ રાઠોડ સાથે થયાં હતાં. લગ્નનાના ત્રણ માસ જેટલું પરણિતાને તેમના પતિ વિષ્ણુકુમાર રાઠોડે સારૂ રાખ્યા બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતું. અને ત્યાર બાદ પરણિતાને શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી પતિ વિષ્ણુકુમાર રાઠોડ, સાસુ-સસરા રક્ષાબેન ધનસુખબાઈ રાઠોડ અને ધનસુખભાઈ નગીનભાઈ રાઠોડ અવાર નવાર પરણિતાને મેણા ટોણા મારી કહેતા કે, તને સંતાનમાં કોઈ બાળક નથી, તું અમોને ગમતી નથી, અમારે અમારા છોકરા માટે બીજી પત્નિ લાવવાની છે, તું તાર�
Dohad, Dahod | Jul 28, 2026