દાહોદ જિલ્લાના સિગવડ તાલુકા અને ગોવિંદ ગુરુ લીમડી તાલુકાની સરહદ પર આવેલ સિગાપુર, મુણધા અને ફુલપરી ગામોને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ત્રણ વર્ષથી અત્યંત જર્જરિત હાલતમાં
સિગવડ તાલુકાના સિગાપુર ગામના સીમાડાથી શરૂ થઈ ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના મુણધા ગામ થઈ લીમખેડા તાલુકાના ફુલપરી ગામના સીમાડા સુધીનો આ રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાસ કરીને સિગાપુર ગામના નિશાળ ફળિયા અને નિવાસ ફળિયાના બાળકોને શાળાએ જવા-આવવામાં ભારે હાલાકી પડે છે. ઉપરાંત ગ્રામજનોને દૈનિક અવરજવર તેમજ મરણ પ્રસંગ જેવા જરૂરી પ્રસંગોમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ રસ્તો દાહોદ બાયપાસ તરફ જતો મહત્વનો માર્ગ છે તેમજ બિલવાણી બજાર તરફ જવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. તેથી આ માર્ગનું વહેલી તકે સમારકામ અથવા નવનિર્માણ કરવું અત્યંત જરૂરી છે.
અમારી માંગ છે કે આગામી 30 દિવસમાં આ રસ્તો નવો બનાવામાં આવે અને નવનિર્માણ કરવા
Dohad, Dahod | Jul 28, 2026