બીલીમોરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ.24 હજારના દાગીના સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ઝડપાયું
બીલીમોરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુનાનો નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી કાઢ્યો છે. એલ.સી.બી.ની ટીમે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભીવંડી નજીકથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને ચોરીના સોના-ચાંદીના દાગીના સહિત ઝડપી પાડી રૂ.24,214નો મુદ્દામાલ રિકવર કર્યો છે. બાતમીના આધારે તા.25 ઓગસ્ટના રોજ કાર્યવાહી કરવામાં આવી હતી. બાળકને જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે બીલીમોરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.
#navsari #navsarinews #tagnavsari #gujaratnews