ઘોઘા: ઘોઘા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
ઘોઘા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો આજરોજ તા. 12/9/26 ને શનિવારે સાંજે 6 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન હોઈદડ ગામના પાટિયા પાસે એક શંકાસ્પદ શખ્સને રોકી તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૂની ૧૮૦ મિલીની એક બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો મુદ્દામાલ કબજે કરી હર્ષભાઈ મગનભાઈ સોલંકી ઉંમર ૨૮ વર્ષ, રહે. ખરસલિયા ગામ, વાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી