દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં કાપડી વિસ્તારમાં વરલી મટકાના જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારી બે જુગારીઓને ઝડપી પાડી બે ઈસમોની અટકાયત કરી પોલીસે કુલ રૂપીયા ૧૨,૯૬૦નો મુદ્દામાલ કબજે કરી જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગત તારીખ ૨૫મી ઓગષ્ટના રોજ દેવગઢ બારીઆ નગરમાં કાપડી વિસ્તારમાં કબ્રસ્તાનની સામે ખુલ્લા મેદાનમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી તેમજ રમાડવામાં આવતો હતો. પોલીસે આ સ્થળે ઓચિંતો છાપો મારી જુગાર રમી રહેલ અને રમાડનાર સહેજાદ મહમદભાઈ શેખ તથા શંકરભાઈ મથુરભાઈ નાયકનાઓને ઝડપી પાડી વરલી મટકા જુગારની સામગ્રી તેમજ રોકડા રૂપીયા ૧૨,૯૨૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Dohad, Dahod | Aug 27, 2026