દાહોદ સાંસદ દ્વારા રાછરડા–ખેંગ રેલવે લાઇન પર ઓવરબ્રિજના નિર્માણ માટે રેલવે મંત્રીને રજૂઆત કરાઈ
દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા દાહોદ તાલુકાના રાછરડા–ખેંગ રેલવે લાઇન પર ઓવરબ્રિજના નિર્માણ માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં રાછરડા–ખેંગ રેલવે ક્રોસિંગ પર વધતા વાહનવ્યવહાર અને સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને અહીં તાત્કાલિક ઓવરબ્રિજનું નિર્માણ કરવાની માંગ કરવામાં આવી છે.
સાંસદે રજૂઆતમાં જણાવ્યું છે કે ઓવરબ્રિજ બનવાથી વાહનવ્યવહાર વધુ સુગમ બનશે, ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે તેમજ અકસ્માતની શક્યતાઓમાં ઘટાડો થશે. ઉપરાંત વિસ્તારના લોકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વેપારીઓને પણ અવરજવરમાં સરળતા મળશે.
આ મહત્વપૂર્ણ માંગને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા વહેલી તકે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
Dohad, Dahod | Aug 6, 2026