દાહોદ જિલ્લાના ઝાલોદની સરકારી હોસ્પિટલ અંગે ગંભીર બેદરકારી
૨ કલાક સુધી એક ગરીબ પરિવાર પોતાની ગર્ભવતી બહેનની સારવાર માટે હોસ્પિટલના સ્ટાફ પાસે વિનંતી કરતો રહ્યો…
વિનંતી…
વારંવાર વિનંતી…
પણ પરિવારના જણાવ્યા મુજબ સમયસર સારવાર મળી નહીં.
અંતે પરિવાર પોતાની ગર્ભવતી બહેનને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા મજબૂર બન્યો.
હવે સવાલ માત્ર એક પરિવારનો નથી.
સવાલ છે ઝાલોદના હજારો ગરીબ અને આદિવાસી પરિવારોનો.
સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવનાર દર્દી સાથે આવું વર્તન જો સાચું હોય, તો આ અત્યંત ગંભીર બાબત છે.
સરકારી હોસ્પિટલ કોઈ અધિકારી કે કર્મચારીની ખાનગી મિલકત નથી.
આ હોસ્પિટલ જનતાના પૈસાથી ચાલે છે.
ડૉક્ટર અને સ્ટાફનો પગાર પણ જનતાના ટેક્સના પૈસાથી થાય છે.
તો પછી—
દર્દીને સારવાર માટે ભીખ કેમ માંગવી પડે?
ગરીબ પરિવારને કલાકો સુધી રાહ કેમ જોવી પડે?
અને ગર્ભવતી મહિલાને સમયસર સારવાર કેમ ન મળે?
જિલ્લા પ્રશાસન આ ઘટનાની તાત્કાલિક ત�
Dohad, Dahod | Oct 3, 2026