દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પરથી કરોડોનો વિદેશી દારૂ ઝડપાયો
ખંગેલા ચેકપોસ્ટ પર પોલીસની મોટી કાર્યવાહી; રમકડાની આડમાં લઈ જવાતો રૂ. ૭૩.૬૪ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો.
વાહન: અશોક લેલેન્ડ ટ્રક (નંબર: RJ-32-GD-5392).
વિદેશી દારૂ અને ટિન બીયરની પેટીઓ નંગ - ૫૨૯ (કુલ બોટલો/ટિન - ૧૮,૭૬૮).
દારૂની કિંમત: રૂ. ૫૦,૭૯,૦૯૬/-
ટ્રક કિંમત: રૂ. ૨૦,૦૦,૦૦૦/-
મોબાઇલ ફોન (નંગ-૧): રૂ. ૫,૦૦૦/-
ખાખી રંગના ખાલી કાર્ટૂન (નંગ-૨૮૦): રૂ. ૨,૮૦,૦૦૦/-
કુલ મુદ્દામાલ કિંમત: રૂ. ૭૩,૬૪,૦૯૬/-
બનાવની ટૂંકમાં વિગત (Summary):
ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે બાતમી અને શંકાના આધારે એક ટ્રક અટકાવી હતી. ટ્રકમાં તપાસ કરતા આગળ અને પાછળ બાળકોના રમકડાના ખોખા (કાર્ટૂન) ગોઠવેલા હતા, જેની આડમાં છુપાવીને વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવી રહ્યો હતો. પોલીસે એક આરોપીને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Dohad, Dahod | Oct 3, 2026