રાપર: મોડા ગામે શ્રી ભક્તિસાર આશ્રમ ખાતે ત્રિમૂર્તિ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી, ધારાસભ્ય હાજર રહ્યા
Rapar, Kutch | Mar 28, 2026 રાપર તાલુકાના મોડા ગામે આવેલ શ્રી ભક્તિસાર આશ્રમ ખાતે શ્રી રવિભણ સંપ્રદાય સંત શ્રી કુંભારામ ફોજ દ્વારા સંત શ્રી કુંભારામ બાપાની જન્મ જયંતીના પાવન અવસરે શ્રી ત્રિમૂર્તિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલ પ્રસંગે સંત શ્રી કુંભારામ બાપા, સંત શ્રી શંભુરામ બાપુ અને સંત શ્રી જીતુભા બાપુની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.