તારાપુર: મહીયારી ગામની સીમમાંથી વિદેશી દારૂ સાથે કાર ઝડપાઈ, ચાલક ફરાર
Tarapur, Anand | Aug 17, 2026 તારાપુર વટામણ હાઈવે સ્થિત મહીયારી ગામની સીમમાંથી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. જોકે, અંધારાનો લાભ લઈ ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાંથી રૂપિયા 6 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ મળી કુલ રૂપિયા 10.54 લાખનો કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.