સુરતના બે બાળકોને અમેરિકાના ન્યૂયોર્કમાં રહેતા ભારતીય મૂળના દંપતીએ દત્તક લીધા છે. હવે બંને બાળકો ન્યૂયોર્કમાં પોતાના નવા માતા-પિતા સાથે જીવનની નવી શરૂઆત કરશે. કાનૂની પ્રક્રિયા બાદ સુરતના કલેક્ટર તેજસ પરમારે બાળકોને દત્તક આપવાનો આદેશ કર્યો છે. જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા CARAના નિયમો મુજબ દત્તક લેવાની તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. કલેક્ટરે તમામ જરૂરી દસ્તાવેજો અને કાયદાકીય પ્રક્રિયાની ચકાસણી કર્યા બાદ દત્તક આદેશ પર સત્તાવાર હસ્તાક્ષર કર્યા. દત્તક લેનાર દંપતીને અભિનંદન પાઠવી કલેક્ટર તેજસ પરમારે બંને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
#SuratNews #ChildAdoption #NewYork #HumDekhengeNews