ગુજરાત કોલેજના સ્પોર્ટ્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રગ્નેશ બારહટ વિરુદ્ધ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ ચાર વિદ્યાર્થીઓને એરફોર્સ, નેવીમાં નોકરી તેમજ પાંડુચેરી ક્રિકેટ એસોસિએશનમાં સિલેક્શન અપાવવાની લાલચ આપી કુલ ₹1.29 લાખ પડાવ્યા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.