ભારતનો પહેલો સ્વદેશી કોમ્યુનિકેશન સેટેલાઇટ ‘APPLE'
19 જૂન 1981ના રોજ ISRO એ ફ્રેન્ચ ગુઆનાથી ભારતનો સૌપ્રથમ પ્રાયોગિક સંચાર ઉપગ્રહ ‘APPLE’ સફળતાપૂર્વક લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો હતો. કોઈ હાઇ-ટેક લેબ વગર, માત્ર 2 વર્ષમાં એક સામાન્ય ઔદ્યોગિક શેડમાં તૈયાર થયેલા આ સેટેલાઇટને ટેસ્ટિંગ માટે લાકડાના બળદગાડામાં લઈ જવાયો હતો. તેને ‘એપોજી મોટર’ દ્વારા જીઓ-સિંક્રોનસ ઓર્બિટ (GEO) માં સ્થાપિત કરી ભારતે સ્પેસ ઓર્બિટ રેઇઝિંગનો પહેલીવાર અમૂલ્ય અનુભવ મેળવ્યો હતો.
{ISRO, Apple Satellite, Space History, India In Space,Indian History, our sutrapada}
#isro #applesatellite #indianews #space