ક્રેટા કારમાંથી લાખોનો વિદેશી દારૂ જપ્ત
વડોદરા શહેરના નંદેસરી પોલીસ સ્ટેશનના સ્ટાફે દિલ્હી-મુંબઈ ભારતમાલા એક્સપ્રેસવે પર પેટ્રોલિંગ દરમિયાન બાતમી અને શંકાના આધારે એક લાલ રંગની ક્રેટા કાર અટકાવી હતી. કારની તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના ક્વોટરીયા કુલ નંગ-૨૧૧૨ (કિંમત રૂ. ૪,૬૦,૩૬૨/-) મળી આવ્યા હતા. પોલીસે દારૂ, ૪ મોબાઈલ અને કાર સહિત કુલ રૂ. ૭,૦૦,૯૬૨/- નો મુદ્દામાલ જપ્ત કરી સંજયભાઈ વિક્રમભાઈ ચુડાસમા (ગોધરા રેલવે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ) અને વિક્રમ વલ્લભભાઈ ઢાપા નામના બે આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#factfindernews #nadeshripolice #prohibition #Vadodaragujarat #arrested